
Brts રૂટ પર ખાનગી વાહનો માટે ‘no entry’: જો ગેરકાયદેસર ઘૂસ્યા તો cctv સ્કેનથી સીધો મેમો મળશે, ઉધનાથી સચિન સુધીના રૂટ પર પાયલોટ પ્રોજેક્ટ શરુ - surat news
Play all audios:

સુરતમાં BRTS રૂટ પર ખાનગી વાહનો પર પ્રતિબંધ લાગૂ કરવામાં આવ્યો છે અને હવે CCTV કેમેરા દ્વારા ગેરકાયદેસર વાહન ચલાવતા લોકોની ઓળખ કરી ઈ-ચલણ મેમો મોકલવામાં આવશે. ઉધના દરવાજાથી સચિન BRTS રૂટમાં
પાયલોટ પ્રોજેક્ટ તરીકે કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. BRTS . એજન્સીને બે વર્ષ માટે બ્લેકલિસ્ટ કરાઈ સૌથી લાંબો BRTS કોરીડોર ધરાવતી સુરત મહાનગરપાલિકા માટે બંધ પડેલા સ્વિંગ ગેટ મોટો માથાનો
દુઃખાવો બની ગયા છે. 4 કરોડના ખર્ચે 276 સ્વિંગ ગેટ ઇન્સ્ટોલ કરાયા હતા પરંતુ, એમાંના 75% ગેટ તૂટેલા અથવા બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. BRTS રૂટ પર ખાનગી વાહનો અટકાવવા માટે 4 કરોડ ખર્ચાયા
હતા. 276 સ્વિંગ ગેટમાંથી 75% ગેટ હાલ કાર્યરત નથી. જોકે, એજન્સીને સુધારવા માટે તક આપવામાં આવી પણ નિષ્ફળ નીવડતા તેને બે વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. BRTS રૂટ પર CCTV કેમેરાથી ટ્રાફિક
કાયદાનું કડક અમલ ટ્રાન્સપોર્ટ વિભાગના ચેરમેન સોમનાથ મરાઠેએ જણાવ્યું હતું કે, વર્ષ 2016માં સ્થાયી સમિતિ દ્વારા ટેકનોગ્રેટ એજન્સીને સ્વિંગ ગેટ માટે મંજૂરી આપવામાં આવી હતી પરંતુ, અનેક ખામીઓ
સામે આવી. અનેકવાર ચેતવણી અપાઈ તેમ છતાં બેદરકારી દાખવતા એજન્સીને બ્લેક લીસ્ટ કરાયા છે. BRTS રૂટમાં ફક્ત BRTS બસ અને ઈમર્જન્સી વાહનો જ મંજૂર છે. આ રૂટ પર ગેરકાયદેસર રીતે વાહન ચલાવનારાઓ માટે
હવે સખત પગલા લેવામાં આવશે. જો કોઈ ખાનગી વાહન ગેરકાયદસર રીતે BRTS રૂટમાં આવશે તો CCTV કેમેરાથી ગાડીની નંબર પ્લેટ સ્કેન કરીને સીધું ઈ-ચલણ મેમો મોકલાશે. ખાનગી વાહનચાલકો માટે કોઈ જ છૂટછાટ રહેશે
નહીં અને દંડ ભરવો ફરજિયાત રહેશે.