બે દિવસમાં બે સ્નેચિંગ, cctv:  મહિલાઓના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર-ચેઈન સ્નેચિંગ કરનાર રત્નકલાકાર ઝડપાયો, ઓનલાઇન જુગારમાં હારતા ગુનાખોરીના રસ્તે ચડ્યો - surat news

બે દિવસમાં બે સ્નેચિંગ, cctv: મહિલાઓના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર-ચેઈન સ્નેચિંગ કરનાર રત્નકલાકાર ઝડપાયો, ઓનલાઇન જુગારમાં હારતા ગુનાખોરીના રસ્તે ચડ્યો - surat news

Play all audios:


સુરતના કાપોદ્રા વિસ્તારમાં બે અલગ-અલગ મહિલાઓના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર અને ચેઈન સ્નેચિંગનો બનાવ બન્યો હતો. જે બનાવનો ભેદ કાપોદ્રા પોલીસે ઉકેલી કાઢ્યો છે. કાપોદ્રા પોલીસે એક આરોપી


રત્નકલાકારને ઝડપી પાડયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી . અલગ-અલગ ટીમો બનાવીને CCTV તપાસ્યા મળતી માહિતી મુજબ સુરતના કાપોદ્રા વિસ્તારમાં લક્ષ્મણનગર માર્કેટમાંથી ગત 4 અને 5


ફ્રેબુઆરીના રોજ બે અલગ-અલગ મહિલાઓના ગળામાંથી બાઈક સવાર શખસ સોનાનું મંગળસૂત્ર અને ચેઈન સ્નેચિંગ કરીને ફરાર થઇ ગયો હતો. આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં બે અલગ-અલગ ગુના નોંધાયા હતા. આ બનાવને લઈને


કાપોદ્રા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને CCTV સહિતની તપાસ હાથ ધરી હતી અને મોટા વરાછા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય કુલદીપભાઈ કાંતિભાઈ કાવઠીયાને ઝડપી પાડ્યો હતો. ઓનલાઈન જુગારમાં પૈસા હારી જતા


સ્નેચિંગ કર્યું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું આરોપી રત્નકલાકાર તરીકે કામ કરે છે અને તેને મોબાઈલ ફોનમાં ઓનલાઈન ગેમિંગ આઈડી ઉપર જુગાર રમવાની ટેવ પડી ગઇ હતી. જેમાં તે પૈસા હારી જતા આ સ્નેચિંગ


કર્યું હતું અને સ્નેચિંગ કરેલા મંગળસૂત્ર અને ચેઈન ઉપર ગોલ્ડ લોન મેળવી ઓનલાઈન ગેમિંગ આઈડી ઉપર જુગાર રમવા ઉપયોગ કર્યો હતો. વધુમાં પોલીસે તેના વિરુદ્ધમાં અલગથી જુગાર ધારા કલમ મુજબનો ગુનો


નોંધ્યો છે. ગુનો શોધવા સર્વેલન્સની અલગ-અલગ ટીમો બનાવી હતી કાપોદ્રા પીઆઈ એમ.બી.ઔસુરાએ જણાવ્યું હતું કે, કાપોદ્રા વિસ્તારમાં લક્ષ્મણનગર એરિયામાં મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી માટે આવતી હોય છે,


જેમાં ગત 4 અને 5 ફ્રેબુઆરીના રોજ બપોરના આશરે 1થી દોઢ વાગ્યાના ગાળામાં સતત બે દિવસ સુધી મહિલાના ગળામાંથી મંગળસૂત્ર અને ચેઈન ખેચવાના બનાવો બન્યા હતા. એક જ પેટર્નથી એક જ સમયગાળામાં આ બનાવ બન્યા


હતા. જેથી, કાપોદ્રા પોલીસની ટીમે આ બનાવને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવ્યો હતો અને આ ગુનો શોધવા સર્વેલન્સની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ સાથે જ CCTV પણ તપાસતા આરોપી CCTVમાં ચેઇન સ્નેચિંગ


કરતો ઝડપાઈ ગયો હતો અને આ ગુનામાં મોટા વરાછા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય કુલદીપભાઈ કાંતિભાઈ કાવઠીયાને ઝડપી પાડ્યો છે તે સીમાડાનાકા વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરે છે. સતત બે દિવસ સુધી


ચેઈન સ્નેચિગ કર્યું હતું આ વ્યક્તિ જુગારનો શોખીન હોય અને ઓનલાઈન ગેમિંગમાં પોતે પૈસા હારી ગયો હતો અને પૈસા હારી જતા તેને આવું સૂઝ્યું હતું અને સતત બે દિવસ સુધી ચેઈન સ્નેચિગ કર્યું હતું અને આ


બંને ચેઇનો તેણે મુથુટ ફાઈનાન્સમાં ગીરવે મૂકીને લોન લઈને ઓનલાઈન જુગાર રમ્યો હતો. જેથી આ બંને ગુના ડિટેક્ટ થયા છે અને સાથોસાથ જુગારનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ મુદામાલ મુથુટ


ફાયનાન્સમાં જમા હોય જેને કબજે લેવાની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.