શું તમે પણ ડિલિવરી બોક્સ ફેંકી દો છો? :  એક નાની ભૂલ સ્કેમર્સ માટે બનશે 'બ્રહ્માસ્ત્ર', જાણો શું છે 'ડિલિવરી બોક્સ કૌભાંડ'

શું તમે પણ ડિલિવરી બોક્સ ફેંકી દો છો? : એક નાની ભૂલ સ્કેમર્સ માટે બનશે 'બ્રહ્માસ્ત્ર', જાણો શું છે 'ડિલિવરી બોક્સ કૌભાંડ'

Play all audios:


20 દિવસ પેહલા * * * કૉપી લિંક શું તમે એમેઝોન, ફ્લિપકાર્ટ કે અન્ય કોઈ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ઓનલાઈન ઓર્ડર કરી રહ્યા છો? મોટાભાગના લોકોનો જવાબ 'હા' જ હશે...હવે બીજો સવાલ કે તમને


પેકેજ મળે છે, તમે તમારી વસ્તુ બહાર કાઢો છો અને ખાલી બોક્સ કચરાપેટીમાં ફેંકી દો છો? જો આનો જવાબ પણ હા છે તો ચેતી જ્જો કારણ કે તે બોક્સ તમારી વ્યક્તિગત માહિતી સ્કેમર્સના હાથમાં મૂકી રહ્યું હોઈ


શકે છે. પાર્સલ ડિલિવર થયા બાદ અમૂક વાતો જેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ચાલો જોઈએ કે આ 'ડિલિવરી બોક્સ સ્કેમ' કેવી રીતે કાર્ય કરે છે અને તમે તેનાથી કેવી રીતે બચી શકો છો. ડિલિવરી બોક્સ


સ્કેમ શું છે? આ સ્કેમ તમારા ડિલિવરી પેકેજ પર દર્શાવવામાં આવેલ માહિતીથી શરૂ થાય છે. દરેક બોક્સ આટલી વિગતો સાથેનું લેબલ લાગેલું હોય છે: * પૂરું નામ * ફોન નંબર * ઇ-મેઇલ એડ્રેસ * ઓર્ડર/પ્રોડકટની


માહિતી * ડિલિવરી એડ્રેસ સ્કેમર્સ ઘણીવાર બિલ્ડિંગ, દુકાનો, ઓફિસોની બહાર કચરાપેટીમાંથી આ ફેંકેલા બોક્સને બ્રહ્માસ્ત્ર બનાવતા હોય છે અને ફિશિંગ એટેક ટાર્ગેટ કરવા માટે માહિતીનો ઉપયોગ કરે છે. 10


પોઈન્ટમાં સમજો સ્કેમ કેવી રીતે થાય છે? * તમે અમેઝોન કે ફ્લિપકાર્ટ જેવી એપ પરથી ઓર્ડર કરો છો * પ્રોડક્ટની તમારા ઘરે ડિલિવરી થાય છે * તમે પ્રોડક્ટનું અનબોક્સિંગ કરો છો અને ત્યારબાદ પેકેજિંગ


ફેંકી દો છો * સ્કેમર્સ આ બોક્સનો બ્રહ્માસ્ત્રની રીતે ઉપયોગ કરી તમારી વિગતો વાંચે છે * તેઓ તમને એમેઝોન/ફ્લિપકાર્ટના એજન્ટ બની ફોન અથવા મેસેજ કરે છે * સ્કેમર્સ તમને ફિડબેકના બદલામાં


ડિસ્કાઉન્ટની લાલચ આપે છે * તેઓ તમને ઓફરની લાલચ આપી ફિડબેક લિંક મોકલે છે * જો તમે તેના પર ક્લિક કરો છો, તો તમારા ફોન અથવા લેપટોપમાં માલવેરની એન્ટ્રી થઈ જાય છે * માલવેર તમારી સંવેદનશીલ માહિતી


(બેંક વિગતો, પાસવર્ડ) ચોરી લે છે * તમારું બેંક એકાઉન્ટ મિનિટોમાં ખાલી પણ થઈ શકે છે સ્કેમથી બચવા માટે શું કરવું? 1. બોક્સ ફેંકતા પહેલા લેબલ હટાવી દેવું બોક્સ ફેંકતા પહેલા હંમેશા તમારી પર્સનલ


માહિતીને ફાડી નાખો અથવા એવી રીતે પેનથી કવર કરી દો કે કોઈ વાંચી ન શકે 2. અજાણ્યા કોઈ પર સીધો વિશ્વાસ ન કરી લો જો કોઈ તમારો સંપર્ક કરીને ફિડબેક, રિફંડ અથવા ખાસ ઑફર આપે છે તો જવાબ આપશો નહીં.


ભલે તે સાચું પણ કેમ ન લાગતું હોય, હંમેશા ઓફિશિયલ વેબસાઇટનો ઉપયોગ કરીને બે વાર ચેક કરો. 3. શંકાસ્પદ લિંક્સ પર ક્યારેય ક્લિક ન કરો. જો તમે લિંક મોકરનારને જાણતાં નથી, તો પછી તે WhatsApp મેસેજ


હોય, SMS હોય કે ઇ-મેઇલ હોય, ક્લિક કરશો નહીં.