
પ્લેટફોર્મની લંબાઈ બની અવરોધ: 130km કલાકની ઝડપે નહીં દોડે બાંદ્રા-ભુજ, ગાંધીધામ, ભાવનગર સહિત 7 ટ્રેનો - surat news
Play all audios:

લવકુશ મિશ્રા | સુરત યાત્રીઓને ઝડપી અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ આપવા માટે રેલવે પ્રશાસન સતત એલએચબી (લિંક હોફમેન બોશ) કોચવાળી ટ્રેનોની ઝડપ વધારવા માટે પ્રયત્નશીલ છે, પરંતુ પશ્ચિમ રેલવેના
ચર્ચગેટ મુખ્યાલયથી મળેલા મહત્વપૂર્ણ આદેશમાં જણાવાયું છે કે હાલ 1 . આ મુખ્ય ટ્રેનોની ઝડપ વધારવામાં આવી મુશ્કેલી { 12959/12960 બાંદ્રા ટર્મિનસ-ભુજ: અમદાવાદ ડિવિઝનના દિયોદર સ્ટેશનના પ્લેટફોર્મ
નંબર 1 અને 2ની લંબાઈ માત્ર 548 મીટર છે. તેથી ઝડપ શક્ય નથી. { 12965/12966 બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ: બોરીવલી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 8 અને 9ની લંબાઈ 542 મીટર અને અમદાવાદના દિયોદર સ્ટેશનના 1,
2 પ્લેટફોર્મની લંબાઈ માત્ર 548 મીટર છે, તેથી ઝડપ શક્ય નથી. { 12997/12998 બાંદ્રા ટર્મિનસ-બાડમેર: બોરીવલી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 8 અને 9ની ઓછી લંબાઈ બની સમસ્યા. { 16337/16338 ઓખા-એર્નાકુલમ:
રાજકોટ સ્ટેશનનું પ્લેટફોર્મ માત્ર 358 મીટર લાંબું છે, ખંભાળિયા સ્ટેશનના પ્લેટફોર્મ-2 માત્ર 350 મીટર અને દ્વારકા સ્ટેશનનું પ્લેટફોર્મ માત્ર 521 મીટર લાંબું છે. { 19001/19002 બાંદ્રા
ટર્મિનસ-બિકાનેર (સાપ્તાહિક): અહીં બોરીવલી સ્ટેશન પ્લેટફોર્મ 8, 9ની લંબાઈ માત્ર 542 મીટર છે. { 12959/12960 કચ્છ એક્સપ્રેસ (કચ્છ-ભાવનગર): બોરીવલી પર પ્લેટફોર્મ 542 મીટરનું. { 22963/22964
બાંદ્રા ટર્મિનસ-ભાવનગર: બોરીવલી અને ભાવનગર ડિવિઝનના સિહોર સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1ની લંબાઈ માત્ર 485 મીટર છે. માનક શું છે? રેલવેના અનુસાર આ 22 કોચવાળી LHB ટ્રેનો માટે 551 મીટર અને 23
કોચવાળી ટ્રેનો માટે 575 મીટર લાંબું પ્લેટફોર્મ જરૂરી છે. હવે આગળ શું થશે? રેલવે પ્રશાસને તમામ સંબંધિત ડિવિઝનોને સૂચના આપી છે કે જ્યાં પ્લેટફોર્મની લંબાઈ ઓછી છે, ત્યાં જલદી જરૂરી વિસ્તરણની
યોજના બનાવીને કાર્યવાહી શરૂ કરે. ત્યારબાદ જ આ ટ્રેનોને 130 કિમી/કલાકની ઝડપે દોડાવવાની મંજૂરી આપી શકાશે. { અધિકારીઓએ જણાવ્યું કે અમારો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે - ઝડપી, સુરક્ષિત અને આધુનિક મુસાફરીની
દિશામાં આગળ વધવું, પરંતુ આધારભૂત માળખાકીય ખામીઓ જેમ કે પ્લેટફોર્મની લંબાઈ આ પ્રયાસમાં અવરોધ બની રહી છે. આશા છે કે સંબંધિત ડિવિઝન જલદી જ પ્લેટફોર્મ વિસ્તરણનું કામ શરૂ કરશે, જેથી યાત્રીઓને
ઝડપી ગતિથી મુસાફરીનો લાભ મળી શકે. કઈ ટ્રેનોને મંજૂરી મળી નથી? { 4 ટ્રેન વડોદરા-મુંબઈ ડિવિઝન { 1 ટ્રેન અમદાવાદ ડિવિઝન { 1 ટ્રેન રાજકોટ ડિવિઝન { 1 ટ્રેન ભાવનગર ડિવિઝન